![]() |
|
||||||
નવો મિજાજ, નવો અવાજ – ઉમાશંકર જોશી ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ - લાભશંકર ઠાકર એક કળાપિપાસુની વાત (જન્મભૂમિ સમાચાર પત્ર) – શ્રીકાંત ગૌતમ પ્રા. મધુસૂદન કાપડિયાઃ શ્રી ઘનશ્યામ ઠક્કરની કવિતા (Video) http://ghanshyamthakkar.com/vishe.html કવિતા (સમકાલીન સમાચાર પત્ર) - અનિલ જોશી
સાહિત્ય: કવિશ્રી ઘનશ્યામ ઠક્કર ગુજરાતી સાહિત્યના ઉચ્ચ કક્શાના કવિ છે. તેમના કાવ્ય-સંગ્રહ ‘ભૂરી શાહીના કૂવા કાંઠે(ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન ૧૯૮૭)’ની પ્રસ્તાવના શ્રી ઉમાશંકર જોશીએ લખી છે, અને ‘જાંબૂડી ક્ષણના પ્રશ્નપાદરે (રન્નાદે પ્રકાશન ૧૯૯૩)’ની શ્રી લાભશંકર ઠાકરે. ૧૯૬૮માં ગુજરાત યુનિવર્સિટી યોજિત પાદપૂર્તિ સ્પર્ધામાં શ્રી પ્રિયકાન્ત મણિયાર દ્વારા પારિતોશીક મળ્યા પછી, પ્રિયકાન્તભાઈની પ્રેરણાથી ઘનશ્યામે કાવ્યસર્જન શરુ કર્યું. તેમનાં કાવ્યો કુમાર, કવિતા, કવિલોક, નવનીત, સમર્પણ, નવનીત-સમર્પણ, પરબ, ક્રુતિ, મિલાપ, વિશ્વમાનવ અને વૈશાખી જેવાં સાહિત્યનાં શ્રેઠ સામયિકોમાં પ્રસિધ્ધ થયાં છે. ઘનશ્યામે શ્રી ઉમાશંકર જોશી, નિરંજન ભગત, મનોજ ખંડેરિયા, ભોળાભાઈ પટેલ, ચિનુ મોદી, માધવ રામાનુજ વગેરે સાહિત્યકારો સાથે કાવ્યવાંચન કર્યું છે. મુંબાઈ અને અમદાવાદનાં દૂરદર્શન T.V.પર (શ્રી કનુભાઈ સુચક અને શ્રી માધવ રામાનુજ દ્વારા) એમનું બહુમાન થયું છે. સંગીત: સાહિત્યની જેમ સંગીતની પણ ઘનશ્યામને કુદરતી બક્ષીસ મળી છે. એન્જીનિયંરિંગ અને કાવ્યસર્જનને કારણે સંગીતમાં જરૂરી સમય ન મળતો હોવા છતાં, ઘનશ્યામ સંગીતમાં મહત્વનો ફાળો આપતા રહ્યા છે. કોલેજમાં બોંગો/કોંગો વગાડ્યા પછી યુ.એસ્.એ.માં ડ્ર્મસેટ,બોંગો અને ઢોલક વગાડી રીધમની દુનિયામાં નવો યુગ શરુ કર્યો. ૧૯૭૭માં એમણે ડાંડિયા રાસમાં ડ્રમસેટ વગાડવાની શરૂઆત કર્યા પછી આખી દુનિયામાં તેની ફેશન થઈ ગઈ. હવે તેઓ હિંદી અને વેસ્ટર્ન સંગીતમાં ધ્યાન આપી રહ્યા છે. તાજેતરમાં એમનું નવું આંતર્રાષ્ટ્રિય સંગીતનું આલબમ DewDrops on The Oasis
એન્જિનિયરીંગ અને મેનેજમેટ: ભારતમાં B.E.Electricalની ડીગ્રી લીધા પછી ૧૯૭૩થી ઘનશ્યામ અમેરિકામં વસ્યા છે. ઉચ્ચ શિક્ષણ સાથે સાથે, એમની એન્જિનિયરીંગ અને મેનેજમેટના વ્યવસાયની શરૂઆત ‘૭૩માં વિશ્વવિખ્યાત નાસા સાંસ્ક્રુતિક અને સામાજિક પ્રવૃત્તિઓ: ઘનશ્યામ અમેરિકામાં અને ભારતમાં સાંસ્ક્રુતિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. શ્રી ઉમાશંકર જોશી, નિરંજન ભગત, મનોજ ખંડેરિયા, ચીનુ મોદી, પ્રદ્ર્યુમ્ન તન્ના, પુરુશોત્તમ ઉપાધ્યાય, જયંતી પટેલ (રંગલો) વગેરેને એમના ડલાસના નિવાસે આમંત્રી એમના જાહેર કાર્યક્રમો યોજ્યા છે. ડાલાસમાં અનેક સાંસ્ક્રુતિક કાર્યક્રમો માટે અને રાહતફાળાના કાર્યક્રમો માટે કલાકાર અને આયોજક તરીકેની ફરજો બજાવી છે જીવન સંક્ષેપઘનશ્યામ ઠક્કરનો જન્મ ૧૯ સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ ખેડા જીલ્લાના નાનકડા ગામ દેથલીમાં થયો હતો, જ્યાં તેમણે જીવનનો પ્રથમ દસકો વિતાવ્યો. શાળામાં પહેલો નંબર રહ્યા. નાનપણથી જ તેમને સાહિત્યમાં, સંગીત, અભિનય વગેરે કલાઓમાં રસ હતો. છઠ્ઠા ધોરણામાં અમદાવાદ આવતાં પહેલાં કલાપીનો કેકારવ અને ઘણા નવલકથાકારોની નવલકથાઓ મોડી રાત સુધી ફાનસના અજવાળે વાંચી. સ્ટેજ પર જરાયે ક્ષોભ ન હતો. પાંચ વર્ષની ઉમ્મરે, તાલુકા સ્પર્ધા માટે જરૂરી લઘુત્તમ ઉમ્મર ન હોવા છતાં તેમણે ૫૦૦-૬૦૦ પ્રેક્ષકોની હાજરીમાં અભિનય કર્યો. ઉમ્મરને કારણે કાયદેસર ઇનામ ન આપી શકાતું હોવાથી કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માધવલાલ શાહે નાનકડા ઘનશ્યામને તેડી લઈ એક રૂપિયાની નોટ અંગત ઇનામ તરીકે આપી દીધી. એ પછી પાંચ વરસ માટે ખેડા જીલ્લાના સૌથી લોકપ્રિય ‘ચાઇલ્ડ સ્ટાર’ બની ગયા, અને ઘણાં ગામમાંથી આમંત્રણ મળ્યાં. અમદાવાદની સીટી હાઇસ્કુલમાં છઠ્ઠું ધોરણ પાસ કર્યા પછી દીવાન-બલ્લુભાઈ હાઈસ્કુલ, (પાલડી, અમદાવાદ)માં હાઇસ્કુલનો અભ્યાસ કર્યો. આમ તો વિજ્ઞાન-ગણિતના મુખ્ય વિષયો હતા છતાં સાહિત્ય, સંગીત અને નાટ્યપ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લેતા. સપ્તાહમાં બે-ત્રણ દિવસ બે-ત્રણ કીલોમીટર ચાલી કે સાઇકલ લઈ એમ જે. પુસ્તકાલયમાં સાહિત્યનાં પુસ્તકો વાંચવા કે ઘેર લાવવા જતા. એસ.એસ.સી. ૭૮% સાથે પાસ કરી અમદાવાદની સેંટ ઝેવીયર્સ સાયન્સ કોલેજમાં જોડાયા. સાયન્સમાં ભાષાના વિષયોના ગુણની ગણતરી ન થતી હોવા છતાં જેઇન ઑસ્ટિન લિખિત અંગ્રેજી પાઠ્યપુસ્તક ‘પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ’નો દિલથી અભ્યાસ કર્યો. બે વરસ સાયન્સ કર્યા પછી એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ થયા. એન્જિનિયરિંગ કોલેજનું ૧૯૬૮-૬૯નું વર્ષ કદાચ એમના કાવ્યસર્જન અને સંગીતસર્જન માટે સૌથી અગત્યનું કહી શકાય. એક તરફ અનાયાસે છંદમાં કાવ્યો ઉભરાતાં હતાં, તો બીજીતરફ મનમાં સંગીતના સૂરો રમતા હતા. કોલેજના મેગેઝીન સેક્રેટરી તરીકે ચૂટાયા પછી નોટીસબૉર્ડ પર કાવ્યો મૂકતા. આનાકાની છતાં પ્રોફેસરે તેમને ગુજરાત યુનિવર્સીટીની પાદપૂર્તિ સ્પર્ધામાં ભાગ લેવા ધકેલ્યા, અને આ એન્જિનિયરીંગના વિદ્યાર્થી ત્રીજું ઇનામ જીતી આવ્યા. નિર્ણાયક કવિ શ્રી પ્રિયકાન્ત મણિયારે આધુનિક કાવ્યો વાંચવા સૂચન કર્યું. પછી તો કવિતાની લગની લાગી, અને છ મહિનામાં તેમનાં કાવ્યો કુમાર, કવિલોક, કવિતા, સમર્પણ, નવનીત વગેરે લગભગ બધાં સામયિકોમાં છપાવા લાગ્યાં. કોલેજમાં એમના એક ગીતનો રાગ બનાવી મૌખિક સ્વરરચના કરી. યુથફેસ્ટીવલ માટે પ્રેક્ટીસના વ્યવસ્થાપક તરીકે તેમને હાજર રહેવું પડતું સંગીત શિક્ષક પાસે બોંગો હતો, પણ વગાડનાર કોઈ નહતું. સંગીત કોચે બૉન્ગો પર હાથ અજમાવવા કહ્યું. ઘનશ્યામભાઈએ કોઈ જાતની તાલીમ વગર, એક દિવસની પ્રેક્ટીસ પછી પ્રોફેશનલની જેમ બોંગો વગાડવા માંડ્યો. આ ઉપરાંત મોનો ઍટીંગમાં પણ ભાગ લીધો. ભારતના ઇતિહાસમાં સૌ પ્ર્થમવાર એન્જિનિયરોને નોકરી નહોતી મળતી, કે બેંકના ક્લાર્ક કરતાં ઓછા પગારની નોકરી મળતી. ૧૯૭૩ના જાન્યુઆરીમાં ભારતને અને ગુજરાતી કવિતાને ગુડબાય કહી, સ્ટુડન્ટ વીસા લઈ અમેરિકાના ડાલાસ શહેરમાં હિજરત કરી આવ્યા. ૧૯૭૩ના ડિસેમ્બરમાં હ્યુસ્ટન શહેરમાં આવેલા નાસામાં એન્જિનિયર તરીકે પાર્ટટાઇમ નોકરી શરૂ કરી. ૧૯૭૫માં ગ્રીનકાર્ડ મળ્યા પછી એમ.એસ.નો અભ્યાસ અધૂરો મૂકી ફૂલટાઈમ જોબમાં વ્યસ્ત થઈ ગયા. હ્યુસ્ટનમાં અમેરિકાના પૉપ સંગીતમાં ઊંડો રસ લીધો. ૧૯૭૬માં ડાલાસ પાછા આવી પ્રાઇવેટ કંપનીમાં નોકરી લીધી. ૧૯૭૭ પછી ફરીથી ગુજરાતી કાવ્યો લખવાનું શરૂ કર્યું. ત્યારે ડાલસમાં ભારતીયો ખૂબ જ ઓછા, અને સંગીતની કસેટો સહેલાઇથી મળતી નહીં. દેશીઓ અઠવાડિયામાં એક વાર ભેગા થઈ જાતે ગીતો ગાતા. ત્યાં સારા ગાયકો અને એક બે હારમોનિયમ વાદકો હતા, પણ રીધમ વગાડનાર કોઈ નહીં તેથી ઘનશ્યામભાઈ ખોખાં પર કે પોલી દીવાલ પર રીધમ આપતા. એ પછી મિત્રોના આગ્રહથી બોંગો અને ઢોલક વસાવ્યાં. ૧૯૭૭માં ડ્રમસેટ ખરીદ્યો, અને હિન્દી ગીતો પર અને ડાંડિયારાસમાં ડ્ર્મ્સ વગાડવા માંડ્યા જોતજોતાંમાં અમેરિકા, યુરોપ અને પછી ભારતમાં તેની ફેશન થઈ ગઈ. આ દરમ્યાન ભારતનાં અમેરિકન ઓર્ગેનાઇઝેશનના કાર્યક્ર્મોમાં પરફોર્મન્સ અને વ્યવસ્થા કરતા રહ્યા. રાહતફાળાના કાર્યક્રમોમાં પણ ભાગ લીધો. ગુજરાતના કવિઓ, સંગીતકારો અને અન્ય કલાકારોને તેમના ઘેર આમંત્રણ આપી તેમને માટે જાહેર કાર્યક્રમો યોજ્યા. ૧૯૭૯માં અમેરિકન એરલાઇન્સમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે નોકરી મળી. બીઝનેસ ટ્રીપને કારણે પ્લેનમાં ફરવાનું એટલું બધું વધી ગયું કે મુસાફરી દરમ્યાન કાવ્યલેખનની પ્રવૃત્તિને પણ વેગ મળ્યો. ૧૯૮૫માં અમેરિકાની સફરે આવેલા શ્રી ઉમાશંકર જોશી ડાલાસમાં ઘનશ્યામભાઈને ત્યાં ઉતર્યા. તેમનાં કાવ્યોથી પ્ર્ભાવિત થઈ તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ ’ભૂરી શાહીના કૂવા કાંઠે’ની પ્ર્સ્તાવના, ’નવો મિજાજ, નવો અવાજ’ લખી ઘનશ્યામભાઈની કવિતાઓને મોકળા મને બિરદાવી. ૧૯૮૦ પછી સંગીતસર્જન શરૂં કર્યું. ૧૯૯૩માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘જાંબુડી ક્ષણના પ્ર્શ્નપાદરે’ શ્રી લાભશંકર ઠાકરની પ્રસ્તાવના સાથે પ્ર્ગટ થયો. આ પછી સંગીતને વધારે સમય આપવા લાગ્યા. ૧૯૯૧ પછી એન્જિનિયરિંગની પ્રેક્ટીસ ઓછી કરી, માત્ર દાલ-રોટી જેટલું કામ કરવા માંડ્યું અને બાકીનો સમય કાવ્યસર્જન અને સંગીતસર્જન ઉપરાંત, કમ્પ્યુટર જ્ઞાન, કમ્પ્યુટરાઇઝ્ડ સિન્થેસાઇઝરનું જ્ઞાન, વગેરે પ્રાપ્ત કરવામાં પસાર કરવા માંડ્યા. ૧૯૯૭માં તેમણે બે આલબમ રિલીઝ કર્યા. ‘આસોપાલવની ડાળે’માં તેમનાં લખેલ ગીતો, અને ‘ઓ રાજ રે (નોનસ્ટોપ ડાંડિયારાસ). સંગીતસર્જન ઉપરાંત પ્રોડ્યુસર, સંગીત નિર્દેશક, ઑરકેસ્ટ્રા અરેન્જર અને બધાંજ વાજિંત્રો અને રીધમ સિંથેસાઇઝર પર વગાડવાની જવાબદારી લીધી. ૨૦૦૫માં પ્રથમ વેબસાઇટ પ્રસિધ્ધ કર્યો. ૨૦૦૬માં વેબપેજ ડિઝાઇન શીખી તેમના બે વેબસાઇટ તરતા મૂક્યા. તે જ અરસામાં ઑડિયો રેકૉર્ડીંગ અને મિક્સિંગ શીખી આલબમ ‘DewDrops on the Oasis’ રિલીઝ કર્યું અને કાવ્યપઠનનું આલ્બમ ‘ભૂરી શાહીનાં ખળખળ’ રિલીઝ કર્યું. ‘આસોપાલવની ડાળે’ અને ‘ઓ રાજ રે’ ને ડિજીટાઇઝ કરી સીડી બહાર પાડી. ૨૦૦૬માં ગુજરાતી બ્લોગ ‘ગુજરાતી કવિતા અને સંગીત’ તથા હિન્દી બ્લોગ ‘કલાપીકેતન’ શરૂ કર્યા. ઉપરાંત તેમના વેબસાઇટના અંગ્રેજી બ્લોગ પણ શરૂ કર્યા. |
આસોપાલવની ડાળે To buy CD click below ><Email to info@oasisthacker.co copyright: Oasis Thacker |
|
નોનસ્ટોપ દાંડિયારાસની રમઝટ ઓ રાજરે To buy CD click below Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
ઘનશ્યામ ઠક્કરના કાવ્યસંગ્રહો |
|
ભૂરી શાહીના કૂવા કાંઠે - ઘનશ્યામ ઠક્કર પ્રવેશક: - ઉમાશંકર જોશી For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
પ્રવેશક: લાભશંકર ઠાકર ગુજરાતી આધુનિક કવિતાનો એક ધ્યાનપાત્ર અવાજ For more info Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
Ghanshyam Thakkar's CD poetry collection ( t: Oasis Thacker) For CD Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |
|
![]() |
Ghanshyam Thakkar (Oasis Thacker)'s International Music Album release To buy CD click below >Email to info@oasisthacker.com copyright: Oasis Thacker |