ontent="Created Using Yahoo! PageBuilder 2.61.90">
ઘનશ્યામ ઠક્કર(Oasis Thacker) |
સાહિત્ય: કવિ ઘનશ્યામ ઠક્કર ગુજરાતી સાહિત્યના ઉચ્ચ કક્શાના કવિ છે. તેમના કાવ્ય-સંગ્રહ 'ભૂરી શાહીના કૂવા કાંઠે(ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન ૧૯૮૭)'ની પ્રસ્તાવના શ્રી ઉમાશંકર જોશીએ લખી છે, અને જાંબૂડી ક્ષણના પ્રશ્ન પાદરે (રન્નાદે પ્રકાશન ૧૯૯૩)'ની શ્રી લાભશંકર ઠાકરે. શ્રી પ્રિયકાન્ત મણિયારની પ્રેરણાથી ઘનશ્યામે ૧૯૬૯થી કાવ્યસર્જન શરુ કર્યું. તેમનાં કાવ્યો કુમાર, કવિતા, કવિલોક, નવનીત, સમર્પણ, નવનીત-સમર્પણ, પરબ, ક્રુતિ, મિલાપ, વિશ્વમાનવ અને વૈશાખી જેવાં સાહિત્યનાં શ્રેઠ સામયિકોમાં પ્રસિધ્ધ થયાં છે.
ઘનશ્યામે શ્રી ઉમાશંકર જોશી, નિરંજન ભગત, મનોજ ખંડેરિયા, ભોળાભાઈ પટેલ, ચિનુ મોદી, માધવ રામાનુજ વગેરે સાહિત્યકારો સાથે કાવ્યવાંચન કર્યું છે.
સાહિત્ય અને સંગીત માટૅ મુંબાઈ અને અમદાવાદનાં દૂરદર્શન T.V.પર એમનું બહુમાન થયું છે.
૧૯૯૩માં અમદાવાદમાં યોજાયેલા ઘનશ્યામના કાવ્ય-વાંચનના કાર્યક્રમમાં ૮૦ વરસની ઉમ્મરે શ્રી રાજેન્દ્ર શાહ આવ્યા તે ઘનશ્યામ માટે ખૂબજ ગૌરવનો પ્રસંગ હતો.
સંગીત:
સાહિત્યની જેમ સંગીતની પણ ઘનશ્યામને કુદરતી બક્ષીસ મળી છે. એન્જીનિયંરિંગ અને કાવ્યસર્જનને કારણે સંગીતમાં જરૂરી સમય ન મળતો હોવા છતાં, ઘનશ્યામ સંગીતમાં મહત્વનો ફાળો આપતા રહ્યા છે. કોલેજમાં બોંગો/કોંગો વગાડ્યા પછી યુ.એસ્.એ.માં ડ્ર્મસેટ,બોંગો અને ઢોલક વગાડી રીધમની દુનિયામાં નવો યુગ શરુ કર્યો. ૧૯૭૭માં એમણે ડાંડિયા રાસમાં ડ્રમસેટ વગાડવાની શરૂઆત કર્યા પછી આખી દુનિયામાં તેની ફેશન થઈ ગઈ.
૧૯૮૦થી તેમણે સંગીતરચનાઓ રચવાનું શરૂ કર્યું. ૧૯૯૫થી કવિતા કરતાં સંગીતમાં વધારે સમય આપવા લાગ્યા. ૧૯૯૭માં એમણે બે આલબમ પ્રોડ્યુસ કર્યાં. ઘનશ્યામે સંગીતકાર, ગીતકાર, પ્રોડ્યુસરની જવાબદારી ઉપરાંત ઇલેક્ટ્રોનિક સિન્થેસાઇઝર પર બધાં જ વાજિંત્રો અને રિધમ વગાડ્યાં.
તેમનાં સંગીતનાં આલબમ 'આસોપાલવની ડાળે' અને 'ઓ રાજ રે'નાં ગીતો ફિલ્મ-ગાયકો નીશા ઉપાધ્યાય, કિશોર મનરાજા, દમયંતી બારદાઈ, નેહા મહેતા, જયશ્રી ભોજવિયા,દેવયાની વગેરેએ ગાયાં છે.
હવે તેઓ હિંદી અને વેસ્ટર્ન સંગીતમાં ધ્યાન આપી રહ્યા છે.
એન્જિનિયરીંગ અને મેનેજમેટ:
ભારતમાં B.E.Electricalની ડીગ્રી લીધા પછી ૧૯૭૩થી ઘનશ્યામ અમેરિકામં વસ્યા છે. ઉચ્ચ શિક્ષણ સાથે સાથે, એમની એન્જિનિયરીંગ અને મેનેજમેટના વ્યવસાયની શરૂઆત '૭૩માં વિશ્વવિખ્યાત નાસામાથઈ. એ પછી અમેરિકન એરલાઈન્સ (American Airlines)ના Properties & Facilities ડિપાર્ટમેંટંમાં પ્રોજેક્ટ મેનેજર અને મુખ્ય ઇલેકટ્રિકલ એન્જિનિયર તરીકે સાત વરસથી વધારે કામ કર્યું. ઘનશ્યામે પ્રાઈવેટ કન્સલ્ટીંગ એન્જિનિયરીંગ કંપનીઓંમાં પણ સેવા આપી છે.
૧૯૮૦ના દાયકામાં ઘનશ્યામે રેસ્ટોરન્ટ ખરીદી ને મેનેજ કરી હતી.
ઘનશ્યામ અમેરિકામાં અને ભારતમાં સાંસ્ક્રુતિક અને સામાજિક પ્રવ્રુત્તિયો સાથે સંકળાયેલા રહ્યા છે.
પૂર્વજોનાં લોહી ખાળો તો ખરા,
કે મને બીબામાં ઢાળો તો ખરા!
બંધ મુઠ્ઠી તો તમે ખોલી દીધી,
બંધ રેખાને ઉઘાડો તો ખરા....