uJoshiSolo

તરસવર્ષા પછીની રસવર્ષા
(શ્રી ઉમાશંકર જોશી ડલાસમાં)

ઘનશ્યામ ઠક્કર

ચાતકની જેમ અમે ચાટતા'તા રસપળ
ત્યાં ધોધમાર ઝાપટું આવ્યું;
કે અમ્મને તરર્સ્યું છીપવતાં ના ફાવ્યું!

પાણી ક્હેઃ સાવ અમે કોરા કટ્ટાક,
બધી ભીનાશું ચાતકની ચાંચમાં;
સરબતને ભાવ પછી તરસ્યું વેચાઈ,
અને પાણીતો માગ્યાં'તાં લાંચમાં!!
સાબરની રેતીને ગાળીને કોઈ
ઘડા મનગમતા આંસુના લાવ્યું.....
કે અમ્મને તરર્સ્યું છીપવતાં ના ફાવ્યું!

દેખતાં વ્રુક્ષ અહીં વાલેરાં લાગ્યાં,
પણ વડલાની ખોટ હતી ભારે;
ઝુલ્લાવે એક વડ્ડવાઈથી, તો બીજી'થી
ગ્રીષ્મી વાછંટ જેમ મારે.....
એક ઘૂંટ શેડકડું દૂધ સાંભર્યું, ને
કોઈ વનરાવન હાંકી લઈ આવ્યું,
કે અમ્મને તરર્સ્યું છીપવતાં ના ફાવ્યું!

---------------------------------------------------------------

વડ
ઉમાશંકર જોશી

ઉંચી  કો  ટેકરીના શીખર પર શીખા  શા  ઉગી  સૃષ્ટી   ક્યારે
સૌથી   ઉંચા   ગણાવું  ગમ્યું   નહીં   વડને,  ગામને  ગોંદરે કે
તીરે   ઉગે   તળાવે  પસરી   નીજ  ઘટા    ઘેર   ગંભીર  નમ્ર.
રોપી  વજ્રે   ઘડેલું   અડગ   થડ   ધરામાં,   ખુંચી   મુળ  ઉંડાં,
વાધે   ઉંચો    જરી, કે અધીક  થવું  ઉંચા  એ  ન આદર્શ એને.
પોષ્યો  જે  ભુમીમાતે  નીજ  હૃદયતણા    દુધ  મીઠાં પીવાડી
એને   જૈ    ભેટવાને    ઢળી  પડી  વડવૈ,  ફેલવાં, ને, ન ભુલે
ડાળો,  ટેટા,  સુપર્ણો    હસમુખ   ગગને   જે   કૃપાવારી   વર્ષે.

પાયો   ઉંડો  જમાવી   વધી વધી  લળતા, ને  વડેરા જણાવા
રાખે   હૈયે   સ્પૃહા ના,   અમર  પુરુષ   એવા  અહીં કોક, જેનો
સૌજન્યે  ધીર  આત્મા  ન લવ  પણ કદી ઈશ એહ્ શાન  ભુલે,
તો યે અસ્તીત્વ આખું જહીં થકી ઉપન્યા, તે પ્રતી   જૈ ઝુકી ર્ હે.

છાંયો ઢાળી, નીહાળી અવરજવર  સૌ   જીવની  રાચી   ર્ હેતા,
ઝંઝા  ઝુઝે,  ન  ધ્રુજે,    ખખડધજ   વડો  એ   કદી  પુણ્યપર્ણા.