|
|||||||||
|
|
હું એન આર આઈ છું. એન. આર. આઈ જે જે દેશોમાં જઈ વસ્યા છે ત્યાં સ્થાનિક લોકોના સહકારથી સુખી છે. એમનાં બાળકો વગર પૈસે, ફાઇવ સ્ટાર હોટેલ જેવી
એરકંડિન હાઇસ્કુલોમાં ભણે છે. ત્યાંં ખુબ જ સારી યુનિવર્સીટીઓ કોલેજ માટે છે. પણ તેમને માતૃભૂમિ માટે પ્રેમ છે, એટલે તેઓ
વતનની મુલાકાત લે છે, ત્યાં પૈસાનું રોકાણ કરે છે.
પણ.........
મોટા ભાગના એન. આર. આઈ. ને ભારતના રાજકારણમાં રસ નથી. તેઓ માત્ર દેશની પ્રગતી ઇચ્છે છે.
એકલા નરેન્દ્ર મોદી દેશને ઉગારી નહીં શકે. કરોડો લોકોએ દેશની
આબાદીની લડતમાં જોડાવું પડશે. પોતાના આચાર-વિચાર
સુધારવા પડશે.
લોકશાહીની વ્યાખ્યા એમ નથી કહેતી કે, "પ્રધાનમંત્રીથી બનેલી. પ્રધાનમંત્રી દ્વારા ચાલતી, પ્રધાનમંત્રી માટેની સરકાર
લોકો એટલે નાગરિકો.
કોણ છે આ લોકો જે સરકાર બનાવે છે?
બેંકના કર્મચારીઓ લોકો છે. તમને લાગે છે કે વિજય માલિયા કે નિરવ મોદી એકલે હાથે દેશને લૂંટીને ચાલ્યા ગયા? શક્ય જ નથી.
બેંકના હજારો કર્મચારીઓ (યાને કે નાના નિરવ મોદીઓ અને નાના વિજય માલ્યાઓ)એ લોભને વશ થઈ દેશને લૂટવામાં મદદ કરી.
ડિમોનેટાઈઝેશન સમયે કેટલા બેંકના કર્મચારીઓએ ખિસ્સાં ભ્રરી લોકોનાં કાળાં નાણાં ધોળાં કરી આપ્યાં. બેંકના વિશ્વાસે પરદેશી
કંપનીઓ અને એન. આર. આઈ. ભારતમાં રોકાણ કરતા હતા. જ્યારે બેંકો પરથી વિશ્વાસ ઉઠી જાય તો દેશના અર્થતંત્રનું પણ
ઉઠમ્ણણું થવાનૂં, સમજીલો
હોસ્પીટલનાકર્મચારીઓ અને ડૉક્ટરો, ડેન્ટિસ્ટૉ વગેરે નાગરિકો છે. મેડીકલ ફીલ્ડનાં આટલાં કૌભાંડ સમાચારમાં હોય તો કયો એન. આર. આઇ. કે
બીજો પરદેશી ભારતમાં આવવાની કે રહેવાની હિમ્મત કરે? ડોક્ટરો તો ભગવાનનો અવતાર ગણાતા.
મોટા ભાગના ભારતીયો જે ટ્રાફિકના નિયમોનું નિયમિત ઉલ્લંઘન કરે તે પણ સરકારના ભાગ રૂપ છે.
એરલાઈનના કર્મચારીઓ અને મેનેજરો જે એરલાઇનોને ખોટમાં મૂકી દે, તે પણ સરકારનો હિસ્સો છે.
જે ભારતીયો એન. આર. આઈ, પરદેશના બીજા પ્રવાસીઓ, વૃધ્ધો અને વિધવાઓને છેતરે તે પણ સરકારનો
હિસ્સો છે.
દેશના સવા સો કરોડ લોકો સરકાર છે. પ્રધાનમંત્રી કે રાજકિય પાર્ટી નહીં
પ્રધાનમંત્રી પાસે કોઈ જાદૂઈ છડી નથી. જ્યાં સુધી બધા લોકો નિયમોનું, કાયદાનું પાલન ન કરે
ત્યાં સુધી કોઈ પ્રધાનમંત્રી કે રાજકિય પક્ષ તમારો ઉધ્ધાર નહીં કરી શકે.
ટૂંકમાં, આખું આભ ફાટ્યું હોય ત્યારે નરેંદ્ર મોદી તો ઠીક, ભગવાન પણ થીંગડું ન મારી શકે.
જેમ વ્યક્તિને પર્સનાલીટી હોય છે, તેમ સમાજની બહુમતિને પણ વ્યક્તિત્વ હોય છે.
તમે અમેરિકા, કેનેડા, જાપાન, સિંગાપોર, હોંગકોંગ, અને બીજા આવા દેશોની બહુમતિ વિષે જાણો.
આ દેશોના, શહેરોના મોટા ભાગના લોકો નિયમોનું, કાયદાનું પાલન કરે છે, ત્યાં લાંચરૂશ્વત અને
ગુનાખોરી નહિવત છે.
ત્યાં તમે બેંકો પર ભરોસો કરી શકો છો. ત્યાં પ્રવાસીઓ જઈને પૈસા ખર્ચે છે. લૂંટાવાનો કે
છેતરાવાનો ભય નથી.
અને આ દેશો સમૃધ્ધ છે. સુખી છે.
હવે ભારત સાથે આ દેશોની સરખામણી કરો. ટુરિસ્ટ સિંગાપોર, હોંગકોંગ, હવાઈ, કેનેડા કે જાપાન જવાનું પસંદ કરશે, કે ભારત?
લોકો કયા દેશોમાં પૈસા રોકવાનું પસંદ કરશે?
ભારતમાં ઘણા લોકો માને છે, કો કોઈ પણ પ્રકારે, નૈતિક કે અનૈતિક, પૈસા ભેગા કરવાથી, ઘરની ચાર દીવાલોમાં સુખસગવડ કરવાથી, તેમનાં બાળકો સુખી થશે.
આ વાત સાચી નથી. સ્ટાંડર્ડ ઓફ લિવિંગ ઘરની ચાર દિવાલોમાં નથી સમાતું તમે ઘરની બહાર નીકળો ત્યારે ગંદી ગલીઓ, કચરાના ઢગલા, કચરો ખાતી અને અકસ્માતો સર્જતી ગાયો,
રોંગ સાઇડ પર પૂરપાટ આવતા ડ્રાઇવરો, ટ્રાફિકના નિયમો નહીં પાળતી મોટા ભાગની વસ્તી.
સફેદ કૉલર અને કાળા કૉલર ગુનેગારો, અકસ્માતનો ડર વગેરેમાં સમાએલું છે.
જો કહેવાતા સારા ઘરના લોકો અનૈતિક રીતે પૈસા ભેગા કરશે,
તો હિંસક ગુનેગારોને પ્રોત્સાહન મળવાનું
અને તમારી બહેન-દીકરીઓની સલામતી ઘટવાની.
અમેરીકા, કેનેડા, જાપાન, સિંગાપોર, હોંગકોંગ, અને પશ્ચિમના ઘણા દેશોમાં સ્ટાંડર્ડ ઓફ લિવિંગની વ્યાખ્યા જુદી છે. ત્યાં લોકો સૌ પ્રથમ પહોળા અને ચોખ્ખા
રસ્તા અને શેરીઓ ઇચ્છે છે. ઉપરના વિડિયોમાં જોશો, તો દેખાશે, કે રસ્તા પર એક કાર હોય કે સો કાર હોય, લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે.
દસ રૂપિયાની ખરીદી પર પણ રિસિપ્ટ મળે છે. ૯૯% લેવડદેવડ ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ કે ચેકથી થાય છે. પિતાનું ૫૦૦૦ સ્કેવરફીટનુમ મકાન હોય તો પણ
બાળકો ૧૮ વરસની ઉમ્મરે નાના ભાડાના એપાર્ટમેંટમાં જઈ, પાર્ટટાઇમ નોકરી કરી કે સ્ટુડંટ લોન લઈ કોલેજ કરે છે.
અમેરિકામાં ૫ સ્ટાર હોટેલથી ચડિયાતી એરકંડિન પ્રાથમિક શાળાઓ અને હાઇસ્કુલો, જેમાં અદ્યતન શિક્ષણનાં સાધનો, ટેનિસ કોર્ટ,
ફૂટબૉલનાં અને બાસ્કેટબૉલનાં મેદાનોનો મફત ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે.
અને હાઇસ્કુલ સુધીનું શિક્ષણ મફત છે!!!! બીજા લોકો માટે પણ ઠેર ઠેર પબ્લીક પાર્ક
અને મફત રમતગમતની વ્યવસ્થા હોય છે.
ઉપરના વિડિયોમાં જોશો તો જણાશે કે લોકો ટ્રાફિકના નિયમોનું કેવું પાલન કરે છે, શેરીઓ કેવી ચોખ્ખી છે, રસ્તા પર અને ઘ્રરોના યાર્ડમાં સુંદર બાગ અને વૃક્ષ છે.
જીવન કેવું શાંતિભર્યું છે.
એને સારું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કહેવાય.
લગ્નપ્રસંગે કરોડ રૂપિયા ખ્રર્ચી, મોટાઈનું પ્રદર્શેન કરવાથી બાળ્કો સુખી કે સલામત થવાના નથી
નરેંદ્ર મોદીએ ૨૦૧૪ની ચૂટણી પહેલાં શું કહ્યં હતૂં, અને કર્યું હતું?
૧. એન. આર. આઇ. સાથે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી સારા સંબંધો ઊભા કર્યા હતા. વડાપ્રધાન બન્યા પછી ફરીથી એકવાર એમણે એન. આર. આઈ. ને
દેશને મદદ કરવા એલાન આપ્યું ન્યુયોર્કમાં એમની સભામાં હજારો એન. આર. આઈ. ને સંબોધા.. કહ્યુ કે એક પગ અમેરિકામાં રાખો, અને એક પગ ભારતમાં. ભારતમાં
આવીને વસો, રોકાણ કરો, ધંધો કરો દેશમાં ડોલર લાવો તો રૂપિયાની કિમત વધશે, લોકોને રોજગારી મળશે, દેશે સમૃધ્ધ થશે.
એન. આર. આઈ. અને બીજા પરદેશીઓને એરપોર્ટ પર કલાકો સુચી હેરાન થવું પડતું હતું, લાંચ આપી બહાર નીકળવું પડતું હતું. નરેંદ્રભાઈએ એરપોર્ટની સ્થિતિ બદલી નાખી
હવે એન. આર. આઇ. અને બીજા વિદેશી પ્રવાસીઓ હવે દસ મિનિટમાં એરપોર્ટ બહાર નીકળી શકે છે.
ઓ.સી આઈ. (ભારતમાં જન્મેલા એન. આર. આઈ)ને તો ડબલ નાગરિકત્વ મળતું હતુ. નરેંદ્ર મોદીએ આ વ્યવસ્થા પરદેશમાં જન્મેલાં બાળ્કો અને વંશજો માટે પણ કરી આપી.
ભારતીય મૂળની કોઈ પણ વ્યક્તિ ભારતમાં કાયમ માટે રહી શકે, ધંધો કરી શકે, નોકરી કરી શકે. મુખ્યતો પરદેશમાં કમાએલા ડોલર ભારતમાં ખર્ચી ભારતને જરૂરી વિદેશી
નાણાં આપી શકે, રૂપિયાની કિમત વધારી શકે. દેશને સમૃધ્ધ બનાવી શકે.
૨. તેમણે એન. આર. આઇ અને બીજા વિદેશી ટુરિસ્ટ ભારતની મુલાકાતે આવે તેવી વ્યવશ્થા ઊભી કરવા દેશને પ્રેરણા આપી. આ માટે તેમ્ણે ગુનાખોરી અટકાવવા કહ્યું,
સ્વચ્છતા અભિયાન ચલાવ્યું, દેશોમાં ફરી યોગ વિષે માહિતગાર કર્યા.
પણ જો પ્રવાસીઓને ગુંડા અને સફેદ કૉલર ઠગોનો અનુભવ થતો હોય, ગંદકી અને પર્યાવરણનો અનુભવ થતો હોય, ખરાબ ટ્રાફિક અને અકસ્માતની બીક હોય, તો પ્રવાસીઓ
થોડા આવે?
લોકોને ગંદકી પસંદ હોય તો પ્રધાનમંત્રી સાવરણો લઈ દેશને થોડો સાફ કરી શકે?
૩. પેટ્રોલનો ખર્ચોઃ લોકો વાહનો ખરીદતા જાય છે, પણ ટ્રાફિકના નિયમો પાળવામાં માનતા નથી. ક્રોસરોડ પર લાંબો સમય કોઈ વાહન આગળ વધી શકતું નથી.
કોઈ રેડલાઈ પર રોકાતું નથી. હજારો લીટર પેટ્રોલનો બગાડ થાય છે. ઉપરના વિડિયોમાં જુઓ. અમેરિકમાં ક્રોસરોડ પર સસ્તી સ્ટોપ સાઈન મૂકેલી છે. રસ્તા પર એક વાહન
હોય કે સો વાહન, સ્ટોપસાઇન પર ઝીરો સ્પીડથી સ્ટોપ થવું પડે. પહેલો આવે તે પહેલો જાય. અને લોકો નિયમો પાળે છે.
અમેરિકાથી ભારતના પ્રવાસે આવેલી જાણીતી ઇંટરનેશનલ ટેલીવિઝન સ્ટાર
ઓપ્રાહ વિન્ફ્રીએ અમિતાભ બચ્ચનને કહ્યુ, "તમારે રેડ લાઇટ પર વાહન થંભાવવાં ન હોય તો રેડલાઈટ મૂકવાના પૈસા જ કેમ ખર્ચો છો?”
લગભગ બધા વિદેશી પર્યટકોનો આ અનુભવ છે.
એન. આર. આઈ. હવે દેશમાં આવતાં કે રોકાણ કરતાં કેમ ગભરાય છે?
૨૦૧૦માં હું ભારત આવવા ન્યુ જર્સીથી પ્લેનમાં બેઠો. પ્લેન ૯૫% એન. આર. આઇ. (મોટા ભાગના ગુજરાતી)થી ભરેલું હતું કોઈ કારણસર પ્લેનને ઊડવામાં
મોડું થયું. પેસેન્જરો પ્લેનમાં છૂટથી હરી ફરી શકતા હતા. મારી બાજુમાં એક ગુજરાતી બહેન હતાં સમય પસાર કરવા વાતચીત શરૂ થઈ. એમનો અનુભવ
ધ્યાનથી વાંચજો.
એ અને એમના પતિને અમેરિકાનાં ત્રણ શહેરોમાં ફાઇવ શ્ટાર હોટેલ અને રેસ્ટોરાં છે. ૨૦૦૮માં, બાળકો પગભર થઈ ગયા પછી એમને દેશ માટે કશું કરી
છૂટવાની તમન્ના થઈ. વતનની યાદ પણ આવતી હતી. એમણે નક્કી કર્યું કે બધી હોટલ વેચી, ભારતમાં વીસ માળનું બિલ્ડીંગ બાંધી ત્યાં મોટી ૫ સ્ટાર હોટેલ
શરૂ કરવી. પણ તપાસ કરવા ભારત આવ્યા, તો તેમને જીંદગીના સૌથી ખરાબ અનુભવો થયા. ઠગો, ગુનેગારો અને લાંચિયા કર્મચારીઓ ટાંપીને બેઠા હતા.
ત્રાસીને તેઓ વંતનના ગામડામાં વિસામો લેવા ગયા. પણ ત્યાં પણ સગાં અને કહેવાતા મિત્રો દ્વારા ખૂબ જ ખરાબ અનુભવો થયા.
બે વરસ બાદ બહેન પોતાનું ગામડાનું મકાન વેચી, દેશને હમેશાં માટે ગુડબાય કહેવા જઈ રહ્યાં હતાં. જો એમને સારા અનુભવ થયા હોત તો, દેશમાં
કરોડો રૂપિયાનું હુંડિયામણ આવી શકત. હજારથી વધારે લોકોને રોજગારી મળત, અને દેશના અર્થતંત્રને ફાયદો થાત.
હું તો કવિ અને સંગીતકાર છું વર્ષોથી એંજિનિયરિંગ અને પ્રોજેક્ટ મેનેજમેંટની ધિકતી કમાણી છોડી માતૃભાષા અને સંગીતની સેવા કરી રહ્યો છૂં પૈસાદારમાંથી સામાન્ય
સ્થિતે સ્વીકારી છે. ૧૯૯6-૯૯ વચ્ચે સંગીત અને કવિતાનો ભેખ લઈ મુંબાઈમાં રહ્યો તો ખૂબ જ ખરાબ અનુભવો થયા.
જોતજોતામાં પ્લેનના ઘણા લોકોએ પોતાના કડવા અનુભવો વર્ણવ્યા. આવી સ્થિતિમાં ભારત કોણ આવે? રોકાણ કોણ કરે?
આ વખતે હું અમદાવાદ રહેવાનો હતો. એમ કે એ તો વતન છે. અહીં હું ઉછર્યો હતો, હાઇસ્કુલ અને કોલેજ કરી હતી, કવિતાઓ લખી હતી.
વિચાર્યું કે અમદાવાદમાં તો કડવા અનુભવ નહીં થાય. પણ અમદાવાદમાં તો મુંબાઈ કરતાં પણ વધારે ખરાબ અનુભવ થયા.
આવાં તો ઘણાં ઉદાહરણો છે.
ટૂંકસારઃ
હું ૧૯૭૩માં અમેરિકા જવા નીકળ્યો ત્યારે ભારતમાં ખૂબ જ ગરીબી હતી. મોટા ભાગના લોકો સાઈકલ કે બસનો ઉપયોગ કરતા.
દેશમાં ટેલીવિઝન નહતું મેં પીઝા અને ચાઇનીઝ ફૂડનું નામ અમેરિકા આવી સાંભળ્યુ. ભારતમાં એંજિનિયર થયા પછી મને
મહિને ત્રણસો રૂપિતાની નોકરી પણ નહોતી મળતી. હું ભાગી-તૂટી સાઇકલ ચલાવતો હતો.
અમેરિકા ગયા પછી ત્રણ મહિનામાં મેં જૂની વોક્સવેગન કાર ખરીદી, અને આઠ મહિનામાં હું નાસામાં એંજિનિયર તરીકે કામ કરતો હતો.
ભારતના લોકોએ એન. આર. આઈ. ના અનુભવો મિત્રો અને સગાં દ્વારા સાંભળ્યા. એમને પણ સમૃધ્ધ થવાની તમન્ના જાગી.
પણ ત્યારે ગરીબી હોવા છતાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની નિયત સારી હતી. મારાં સગાંને શ્રોફ બેંકર્સનો ધંધો હતો.
ત્યારે મહિને પચાસ રૂપિત્યાના નોકર કપડાની થેલીમાં લાખો રૂપિયાની હેરેફેર કરતા. પોલીસ રજીસ્ટ્રેશન વગર. લોકો ઘરના નોકરો,
સગાં કે પડોશીને ઘરની ચાવી આપતા. હવે સગા ભાઈ પર પણ વિસ્વાસ રાખી શકાતો નથી.
૧૯૮૦થી એન આર આઇ એ ભારતમાં રોકાણ શરૂ કર્યું. ત્યારે ભારતની બેંકો પર અમેરિકાની બેંકો જેટલો વિસ્વાસ હતો.
લોકોની આર્થિક સ્થિતિ સુધરતી ગઈ. હવે મધ્યમ વર્ગના લોકો પાસે કાર અને ત્રણ-ચાર સ્કુટર છે. ગરીબો પાસે પણ એક સ્કુટર
અને સેલફોન છે
પણ લોભને થોભ નથ
જેમ જેમ લોકોની આર્થિક સ્થિતિ સુધરતી ગઈ તેમ નૈતિકતા ઘટતી ગઈ. કહેવાતા સારા ઘરના મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો
એન આર આઇ, વૃધ્ધો અને વિધવાઓને ઠગવા લાગ્યા. બેંકના કર્મચારીઓ, ડોક્ટરો, ડેંટીસ્ટો, એંજિનિયરો, મિત્રો, સગાં બધા પરથી
એન આર આઇ અને બીજા વિદેશી રોકાણકારોનો વિસ્વાસ ઊઠતો ગયો.
૨૦૧૧માં મેં ૧ ડોલરના ૪૨ રૂપિયાના ભાવે રોકાણ ક્રર્યું હતું . અત્યારે ૭૨ રૂપિયા છે, અને રૂપિયો ગગડતો જાય છે.હવે પાછો જઈશ ત્યારે મારા રોકાણની કિમત
અડધી થઈ જશે. આવા સમાજમાં કોણ રોકાણ કરશે?
સમૃધ્ધિ આવી પણ શકે અને જઈ પણ શકે. એક વાર એમ હતું કે સોવિયેટ યુનિયન, દુનિયાનો બીજા નંબરનો સમૃધ્ધ અને શક્તિશાળી દેશ, તેનો સૂરજ કદી ન આથમી
શકે. ૧૯૮૦ ના દાયકામાં લોકોને દાલરોટી મળવી મુશ્કેલ થઈ ગઈ. દેશના ટુકડા થઈ ગયા. રશિયા અને બીજા છુટા પડેલા દેશોને પશ્ચિમના દેશો પાસેથી ભીખ માગવી
પડી. ભારત તો હજી ગરીબ છે. ટ્રેઇનોમાં અને બસોમાં લોકોને ઘેટાંબકરાં જેમ ભરવામાં આવે છે. ઘણા લોકો ભૂખે મરે છે.
જો પરદેશીઓને ભારતની બેંકો પરથી વિસ્વાસ ઉઠી ગયો, એન. આર. આઇ. અને બીજા વિદેશીઓએ આવવાનું અને રોકાણ કરવાનું બંધ કર્યું, ગુનાખોરી, ઠગાઈ બંધ
ના થઈ, લોકો કાયદા અને નિયમો અનુસાર ના વર્તે, તો ભારતની સમૃધ્ધિનાં વળતાં પાણી સમજજો.
ઍ પછી નરેંદ્ર મોદી કે બીજા કોઈ પ્ર્ધાનમંત્રી ભારતને બચાવી નહીં શકે.